Skip to main content

Karan Ghelo | કરણ ઘેલો । Book review

કરણ ઘેલો 




1866માંં પ્રગટ થયેલ ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા

 ગુજરાતના અંતિમ રાજપૂત રાજાની વાર્તા 

લેખક: નંદશંકર તુળજાશંકર મહેતા

નોવેલ વિશે:

           આ નોવેલ વાંચવાનો મને ઘણો ઉત્સાહ હતો આખરે આપણી માતૃભાષાની પહેલી અને મેં વાંચેલી પ્રથમ ઍતિહાસિક નોવેલ જો હતી. શ્રી નંદશંકર દ્વારા લખેલ આ નોવેલ આધુનિક નોવેલ કરતા ઘણી અલગ પડે છે. જેમાં પાત્રોના ચહેરા પરના હાવભાવનું વર્ણન ખૂબ ઓછું છે જ્યારે કોઈ પણ દ્રશ્યનું વર્ણન જરૂર કરતાં વધારે પ્રમાણમાં કરેલું છે જેથી લખાણ વધી જાય છે જે વાંચનાર માટે કંટાળા જનક થઈ જાય છે.ઘણી વાર તો વાર્તાના પ્રવાહ માંથી બહાર નીકળી ગયા હોઈએ એવું લાગે છે. તો પણ લેખકે વાચકોને વાર્તા સારીરીતે સમજાય તેવા પ્રયત્નો કર્યા છે.

            આ નોવેલ ગુજરાતના છેલ્લા રાજપૂત અને અનહિલપુર પાટણનો રાજા કર્ણદેવ વાઘેલા પર બનાવેલી છે. કેવી રીતે રાજા પોતાના મંત્રી માધવની પત્નીનું હરણ કરે છે બદલામાં માધવ દિલ્હીના શાસક અલ્લાઉદ્દીન ખીલજીને પાટણ ચડાઈ કારવા આમંત્રણ આપે છે. ખીલજી આલફખાન ને ચઢાઈ કરવા મોકલે છે, રાજા કર્ણ અને તેની સેના વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે અને કર્ણ હરે છે તથા તેની પત્ની કૌળાદેવીસાથે ખીલજી લગ્ન કરી નાખે છે.કર્ણ અને તેની પુત્રી દેવળદેવી જંગલો માં ભટકતા રહે છે ત્યારે દેવગઢ નો રાજા તેને શરણ આપે છે.કૌલાદેવિના કહેવાથી ખીલજી દેવળદેવીને દિલ્હી લાવા મલિક કાફર સાથે સેના મોકલે છે ત્યારે દેવગઢ નો રાજા તથા કર્ણદેવ અંતમાં જીતેલી બાજી હારી જાય છે અને પોતાની વહાલસોયી દીકરી દેવળદેવીને ગુમાવે છે.બાદમાં દેવળદેવીના લગ્ન ખીલજીના પુત્ર સાથે થાય છે.થોડા સમય પછી કર્ણદેવનો દેવગઢમાં જ કરુણ અંત આવે છે. આ ઉપરાંત અત્યારના સુરેન્દ્રનગરનો વિસ્તાર ત્યારે ઝાલાવાડ કેમ કહેવતો???? હરપાળ કોણ હતો??? બાબરીયો ભૂત કોણ હતો અને તેનો નાશ કોણે કર્યો???? જેવી અનેક રસપ્રદ વાતનો ઉલ્લેખ આ નોવેલમાં કરેલ છે.....થોડી કાંટાળા જનક છે પણ રસપ્રદ પણ છે. પ્રથમ નોવેલ હોય એટલે એવુંતો રહેવાનું જોકે તેની માફી લેખકશ્રી દ્વારા પ્રસ્તાવનામાં જ માગેલ છે....



લેખક વિશે:
               

શ્રી નંદશંકર તુળજાશંકર મહેતા 

જન્મ : સુરત 

✓ તેઓ સુધારક/નર્મદ/દલપત યુગમાં થઇ ગયા.

✔ તેઓ સુરતના 3 'ન' માંના એક હતા (નર્મદ / નવલરામ/ નંદશંકર)

✓ સૌથી નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે 'રાવ બહાદુર' નો ખિતાબ આપવામાં આવ્યો હતો.

✓ ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નવલકથાના લેખક હતા.





In English Language: 

The first Gujarati language novel published in 1866

The story of the last Rajput king of Gujarat

Author: Nandashankar Tuljashankar Mehta

About Novel:

        I was very excited to read this novel. It was the first historical novel in our mother tongue and the first historical novel I read. This novel written by Shri Nandashankar is very different from the modern novel. In which the facial expressions of the characters are described very little while the description of any scene is too much so that the text is exaggerated which makes it boring for the reader. However, the author has made efforts to make the readers understand the story better.

        
        This novel is based on Karnadev Vaghela, the last Rajput of Gujarat and the king of Anhilpur Patan. How the king beheads his minister Madhav's wife In return, Madhav invites Allauddin Khilji, the ruler of Delhi, to invade Patan. Khilji sends Alfkhan to climb, A fierce battle takes place between King Karna and his army and Karna is Hare and Khilji marries his wife Kauladevi. When he sends an army with the infidels, the king of Devgarh and Karnadev finally loses the winning bet and loses his beloved daughter Devladevi. According to Kauladevi, when Khilji sends Devladevi to Delhi with Lava Malik Kafar, the king of Devgarh and Karnadev loses in the end the winning bet and loses his beloved daughter Devaldevi. Later Devaldevi marries Khilji's son. Is. Besides, why was the area of ​​present Surendranagar called Jhalawar then ???? Who was Harpal ??? Who was the Babriyo ghost and who destroyed it ???? As many interesting things are mentioned in this novel ..... it is a bit thorny but also interesting. If it is the first novel, then it should remain as it is, however, its apology is sought only by the author in the preface ....

About Author:

  • Born: Surat
  • They passed away in the reformer / Narmad / Dalpat era.
  • He was one of the 3 'N's' of Surat (Narmad / Navalram / Nandshankar)
  •  At the youngest age, he was conferred the title of 'Rao Bahadur' with special honors at the Delhi Durbar.
  • He was the author of the first original novel in Gujarati language.
Thanks..................


Comments

  1. beautiful book.
    Please post more reviews as this.

    ReplyDelete
  2. તમારો માતૃભાષા પ્રત્યેનો લગાવ સરાહનીય છે. પુસ્તકની સમીક્ષા ખૂબ જ પ્રમાણિકપણે કરેલી જણાય છે. અંતમાં રહસ્યરૂપે ઉમેરેલા પુસ્તકના પ્રકરણ પુસ્તક વાંચવા પ્રેરે એવા છે. બ્લોગ લેખન કરતી વખતે જોડણીનું જરા ધ્યાન રાખશો તો બ્લોગ ઉત્તમ લખાશે.

    ReplyDelete
    Replies
    1. તમારા અભિપ્રાય બદલ આભાર...

      Delete
  3. Your book review is too good.
    It's very nice book.

    ReplyDelete
  4. ઈતિહાસ ને વાગોળતી આ નવલકથા ને તમે વાચા આપી છે. તમારા લખાણ માં માતૃભાષા પ્રત્યે નો પ્રેમ છલકાય છે.

    ReplyDelete
  5. બહુજ સુંદર નવલકથા છે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

પ્રેમાનંદ । Premanand | ગુજરાતના સાહિત્યકારો

પ્રેમાનંદ (મહાકવિ) જન્મ: વડોદરા બાળપણ: નંદરબાર પિતા: કૃષ્ણદાસ પુત્ર: વલ્લભ ભટ્ટ પત્નિ: હરકોર ભટ્ટ ગુરુ: રામચરણ હરિહર શિષ્ય: સુંદર મેવાડો, વિરજી, રત્નેશ્વર 👉 ઉપનામ:   મહાકવિ આખ્યાન શિરોમણિ ગુજરાતના જ્યોતિર્ધર સાહિત્ય ચોર -- ક.મા.મુનશી રંગભૂમિનો નાનકડો વ્યાસ -- ક.મા.મુનશી પ્રાચીન અને મધ્યકાલીન કવિઓમાં શ્રેષ્ઠ કવિ -- નન્હાલાલ પ્રેમાનંદના રસના પેગડામાં પગ ઘાલી શકે તેવો કોઈ થયો નથી. -- નવલરામ પંડ્યા તળાવનુંં પાકેલું સૌથી સુંદર માછલું -- બ.ક.ઠાકોર   👉 વિશેષ: પ્રથમ કૃતિ -- મદાલસા આખ્યાન (પ્રથમ આખ્યાન) સૌપ્રથમ રચના -- સ્વર્ગની નિસરણી અંતિમ અપૂર્ણ કૃતિ ‌-- દશમસ્કંધ જે તેમના શિષ્ય સુંદર મેવાડાએ પૂર્ણ કરી લક્ષ્મણાહરણ કૃતિ મળતી નથી તેથી મદાલસા આખ્યાન પ્રથમ માનવામાંંઆવે છે. ઓરંંગજેબ અને શિવાજીના સમકાલીન કે જેમણે સુરતના લૂંટૅને  પ્રત્યક્ષ નિહાળી હતી. ઓરંગજેબ પ્રેમાનંદને મહાકવિ કહેતો. શામળ અને પ્રેમાનંદની સાહિત્ય સ્પર્ધા જાણીતી છે. ગુજરાતી ભાષાને ઉમાશંંકર જોષીએ " પ્રેમાનંદ ગીરા " કહી છે. " નળાખ્યાન " ને ડોલરરાય માંકડે આખ્યાન શૈલીનું મહાકાવ્ય કીધું. " દશમસ્કંધ " આખ્યા...

મીરાંબાઈ । Meerabai | ગુજરાતના સાહિત્યકારો

મીરાંબાઈ જન્મ: ઈ.સ.1499, કુકડી, મેડતા દાદા: રાવ દુદાજી પિતા: રતનસિંહ (જોધપુરના સ્થાપક) માતા: કુસુમસુંદરી ગુરુ: રૈદાસ પતિ: ભોજરાજ (રાણા સાંંગાના પુત્ર) સાસુ: સુષુમણા સખી: લલિતા મૃત્યુ: દ્વારકા 👉 ઉપનામ: હતો નરસિંહ, હતી મીરાં, ખરાં ઇલ્મી, ખરાં શૂરા ‌‌‌‌‌--- કલાપી મીરાંં અને નરસિંહના પદો ત્રીજા નેત્રની પ્રસાદી ‌‌‌--- બ.ક.ઠાકોર મીરાંબાઈ ના પદો ભક્તિ રસનો ફુવારો ‌‌‌--- નિરંજન ભગત જનમ જનમની દાસી પ્રેમ દિવાની  👉 વિશેષ: કૃષ્ણભક્તિ દાદા રાવ દુદાજી પાસેથી મળી હતી. માતાને એક વાર "પોતાનો વર કોણ ?" આવું પૂછતાં માતાએ જવાબ આપતા કહ્યુકે 'શ્રી કૃષ્ણ' તે દિવસથી મીરાએ શ્રી કૃષ્ણને પોતાના વર તરીકે માની લીધા. તેમના લગ્ન નાની વયે સિસોદીયા વંશના રાજા ભોજરાજ સાથે થયા હતા. ભોજરાજનુંં મૃત્યુ બાબર સાથેના યુદ્ધમાં થતાં પરિવાર જનો ત્રાસ આપતા મીરાબાઈ ગુરુ જીવાદાસ્ને મળવા વૃંદાવન પહોચ્યા હતાં. ગુરુ જીવાગોસાઈ તેમને મળવાની ના પડતા મીરાબાઈએ કહ્યુ હતુ કે "સંસારમાં ફક્ત એક જ પુરુષ છે શ્રી કૃષ્ણ" આ સાંભળી ગુરુ જીવાગોસાઈ તેમને મળેલા. વૃંદાવનથી પરત આવી તેમણે દ્વારકાને પોતાનું નિવાસ સ્થાન બનાવ...

નરસિંંહ મહેતા । Narsinh Maheta | ગુજરાતના સાહિત્યકારો

નરસિંહ મહેતા ગુજરાતનાં સૌથી લોકપ્રિય કવિ. નરસિંંહ મહેતાનો જન્મ ઈ.સ.1414 (15મી સદી) માં  અત્યારના ભાવનગરનો તાલુકો એવા તળાજા માંં થયો હતો. તેમના માતાનું નામ દયાકુંવર અને પિતાનુંં નામ કૃષ્ણદાસ હતું. તેઓ વડનગરના બ્રાહ્મણ કુટુંબ માથી આવતા હતા તેથી તેઓ વડનગરા બ્રાહ્મણ કહેવાયા. તેમના લગ્ન સોળ વર્ષની વયે માણેકબાઇ સાથે થયા. પુત્રનું નામ શામળદાસ (જેની પત્નીનું નામ રતનબાઇ) અને પુત્રીનું નામ કુંવરબાઈ હતુ. તેમની કર્મભૂમિ જૂનાગઢ હતી. તેઓ ' નરસૌયો ', ' ભક્ત હરિનો ', તથા ' આદિકવિ ' જેવા ઉપનામો ધરાવે છે. 'ભક્ત હરિનો' ઉપનામ કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા આપેલ છે. ઉમાશંકર જોષીએ 'ગુજરાતી ભાષાના આદિકવિ'કહ્યા છે. નરસિંહ મહેતા અને મિરાબાઈને બ.ક.ઠાકોરે ' ત્રીજા નેત્રની પ્રસાદી 'કહ્યા છે.  નરસિંંહ મહેતાની પુત્રી કુંવરબાઈ અને તેમની પુત્રી શર્મિષ્ઠા અને તેમની પુત્રી તાના-રોરો જે આજે પુરા ભારતમાં ગુજરાતની સંંગીત બેલડીઓ તરીકે જાણીતી છે. લોકવાયકા મુજબ જ્યારે અકબરના દરબારના સંગીત રત્ન એવા તાનસેનના દિપકરાગ ગાવા પર તેના પેટમાંંઅગ્નિદાહ ઉત્પન્ન થયો ત્યારે તાના રીરીએ ...