ગુજરાતના પ્રાચીન મેળા ( From gov. authorize book )
મેળા વિશે:
- મેળામાંં ધર્મ, સંસ્ક્રુતિ અને માનવ હૈયાનો ત્રિવેણી સંગમ જોવા મળે છે.
- ચોમાસાની ઋતુમાં શ્રાવણ અને ભાદરવા માસમાં પૂર્ણિમા અને અમાસના દિવસોમાંં સૌથી વધુ મેળાઓ યોજાય છે,
- મેળાઓની બીજી મોસમ ઓક્ટોબર-નવેમ્બર માસમાં આવે છે.
- ત્રિજો ગાળો ફેબ્રુઆરી થી એપ્રિલ માસનો છે.
- ગુજરાતમાં કુલ ૧૫૨૧ જેટલા નાના-મોટા મેળાઓ ભરાય છે.
- જેમાં સૌરાષ્ટ અને કચ્છના જિલ્લાઓમાંં ૪૨૫ મેળાઓ યોજાય છે.
- જાતિ પ્રમાણે જોઈએ તો હિન્દુઓના ૧૨૯૩, મુસ્લિમોના ૧૭૫, જૌનોના ૨૧, ધંધાદારી મેળા ૧૩, અને પારસીઓનો ૧ મેળો યોજાય છે.
તો ચાલો મિત્રો આપણે એક પછી એક એમ ગુજરાતના મહત્વના મેળાઓ વિશે ચર્ચા કરીએ.....
તરણેતરનો મેળો
👉ક્યાં: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં
👉ક્યારે: ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમ
👉વિશેષ:
- સ્કંદપુરણમાં ઉલ્લેખ છે કે, ભાગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી અને તેઓને ૧૦૦૧ કમળ ચડાવવા હતા. મૂર્તિ ઉપર ૧૦૦૦ કમળ થઈ ગયા અને છેલ્લું ૧ કમળ ખૂટ્યું ત્યારે પોતાનું નેત્ર શિવજી ઉપર ચડાવ્યું ત્યારથી તે ત્રિનેત્રેશ્વર કહેવાયા.
- બીજી એક દંતકથા મુજબ માણસો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે ઋષિપંચમીના દિવસે તરણેતર આવતા હતા.
- તળપદા કોળી જ્ઞાતિમાં આ મેળાનું સૌથી વધુ મહત્વ છે.
- શણગારેલી છત્રીઓ આકર્ષણનુંં કેન્દ્ર હોય છે.
- ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય છે.
- ટીટોડો અને હૂડારાસ એ તરણેતરના મેળાનું આગવું અંગ છે.
- ઋષિપાંચમે વહેલી સવારે પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે.
- અહીં બનેવીના પૈસાથી ખરીદી થતી હોવાની પ્રથાને કારણે આ મેળામાં "નાની બનેવી" બજાર પણ ભારાય છે.
- ગ્રામીણ રમતોને જીવંંત કરવા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતે પહેલ કરી છે.
- વર્ષ ૨૦૦૮થી અહીં પશુ પ્રદર્શન સ્પર્ધા યોજાય છે.
- લખતરના રાજા કરણસિંહજીએ ૫૦ હજાર ખર્ચ કરી 3 કુંડ બનાવ્ય. 1) વિષ્ણુકુંંડ 2) બ્રહ્માકુંડ 3) શિવકુંડ
શિવરાત્રિનો ભવનાથનો મેળો
👉ક્યાં: જૂનાગઢના ગિરનારની તળેટીમાં આવેલ સુર્વણરેખા નદીના કિનારે
👉ક્યારે: મહાવદ અગિયારસથી મહાવદ અમાસ સુધી
👉વિશેષ:
- જુનાગઢમાં બીજે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી લીલી પરિક્રમા, પરબવાવડી અને સત્તાધાર ખાતે અષાઢ સુદ બીજનો મેળો ભરાય છે.
- ભવનાથના મેળામાં મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન ભવનાથની મહાપૂજા થાય છે,
- મહાપૂજાના દર્શન કરવા આસપાસના વિસ્તારો ઉપરાંત ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ખૂણે ખૂણાથી સાધુ, સંતો અને નાગાબાવાઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તેથી તેને "સાધુઓનું પિયર" કહે છે.
- મહાવદ નોમના દિવસે ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવામાં આવે છે.
- આ સ્થળે મુચકુંદ, ભર્તુહરી અને ગુરુદત્તની ગુફાઓ આવેલી છે.
- સ્કંદપુરાણની દંતકથા મુજબ જ્યારે શિવ-પાર્વતી રથમાં આકાશમાં જતા હતા ત્યારે તેમનું દિવ્ય ધરેણું નીચે ભવનાથ મંદિર પાસે પડ્યું. આથી તેને "વસ્ર પૂતક્ષેત્ર" એવું કહેવામાં આવ્યું.
- કહેવાય છે કે ગિરનારમાં ભર્તુહરિ, ગોપીચંદ અને અશ્વસ્થામાં રહે છે અને ત્યાં આવેલ મૃગીકુંડમાં ન્હાવા પડે છે પછી બહાર દેખાતા નથી.
👥 Note: For Telegram channel, click here, or you can follow my blog for more update.....
In English Language:
Ancient fairs of Gujarat (From gov. Authorize book)
- About the fair:
- The fair is a triune confluence of religion, culture and human haiya.
- During the monsoon season, most of the fairs are held on the days of Purnima and Amas in Shravan and Bhadarva months,
- The second season of fairs comes in the month of October-November.
- The third period is from February to April.
- A total of 121 small and big fairs are held in Gujarat.
- In which 3 fairs are held in Saurashtra and Kutch districts.
- In terms of caste, 12 fairs of Hindus, 12 fairs of Muslims, 21 fairs of Jaunas, 12 fairs of business and 1 fair of Parsis are held.
So let us friends discuss the important fairs of Gujarat one by one .....
Taranetar's Fair
- Where: In the vicinity of Trinetreshwar Mahadev in Thangarh of Surendranagar district
- When: Bhadarva sud third, fourth and fifth
- Special:
- It is mentioned in Skandapuran that Lord Vishnu did penance to please Shivaji and he had to plant 1001 lotuses. There were 1000 lotuses on the idol and when the last 1 lotus was missing, he raised his eye on Shivaji and since then he has been called Trinetreshwar.
- According to another legend, people used to come to Tarnetar on the day of Rishi Panchami to perform religious functions like dismemberment of their ancestors.
- This fair is of the greatest importance in the Talpada Koli caste.
- Decorated umbrellas are the center of attraction.
- On the day of Bhadarva Sud Trij, the fair begins with the worship of Mahadev in the morning.
- Titodo and Hoodaras are the mainstays of the swimming fair.
- Fifty-two yards flag is hoisted to Trinetreshwar Mahadev by the mahant of Paliyad in the early morning of Rishipancham.
- Due to the practice of buying with Banevi money, the "Nani Banevi" market is also heavy at this fair. Sports Authority of Gujarat has taken initiative to revive rural sports.
- Animal exhibition competition has been held here since 2009.
- King Karan Singhji of Lakhtar spent 30 thousand rupees and built 3 kunds. 1) Vishnukund 2) Brahmakund 3) Sivakund
Bhavanatha's Fair
- Where: On the banks of the river Survanrekha at the foothills of Girnar in Junagadh
- When: From Mahavad Agiyaras to Mahavad Amas
- Special:
- In Junagadh, from Kartak Sud Agiyaras to Poonam, Lili Parikrama, Parbhavadi and Ashadh Sud Seed Fair are held at Sattadhar.
- In the fair of Bhavnath, at the midnight of Mahashivaratri, the great worship of Lord Bhavnath takes place,
- In addition to the surrounding areas, a large number of monks, saints and Nagabavas from all over Gujarat, Kutch and Saurashtra flock to pay homage to the Mahapuja. Hence it is called the Pier of the Monks.
- On the day of Mahavad Nom, the flag of religion and culture is hoisted over the temple of Bhavnath.
- The caves of Muchkund, Bhartuhari and Guru Dutt are located at this place.
- According to the legend of Skandapuran, when Shiva-Parvati was going to the sky in a chariot, her divine bow fell down near the Bhavnath temple. Hence it was called "Vasra Putakshetra".
- It is said that Bhartuhari, Gopichand and Ashwastha live in Girnar and after bathing in the deer pond there, they do not appear outside.
Thanks.....follow my blog for more update......


Comments
Post a Comment